Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સુરતના ઉંઘના વિસ્તારમાં પેટ્રોલ પંપના સુપરવાઈઝરે હિસાબમાં 3.20 લાખની ગડબડ કરતા ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી

સુરત, : સુરતના ઉધના બીઆરસી સ્થિત રિલાયન્સના પેટ્રોલ પંપના સુપરવાઈઝરે દિવાળીના સમયના 11 દિવસના હિસાબમાં ગરબડ કરી રૂ.3.20 લાખ જમા નહીં કરાવી વાપરી નાંખતા ધરપકડ કરાઈ છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી મધુરમ સર્કલ પાસે યમુનાકુંજ રેસિડન્સી ઘર નં.38 માં રહેતા 36 વર્ષીય શૈલેષભાઇ માધવલાલ પટેલ ઉધના બીઆરસી સ્થિત રાજેન્દ્રભાઈ શાહની માલિકીના રિલાયન્સના પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે નોકરી કરે છે.તેમના પંપ ઉપર સુપરવાઈઝર તરીકે નોકરી કરતો નીતિન રમાકાંત પાંડે ( ઉ.વ.24, રહે. રૂમ નં.1, માસ્ટર કી ચાલ, બી.આર.સી ગેટની સામે, પ્રભુનગર, ઉધના, સુરત. મુળ રહે. અમેઠી, સુલતાનપુર, ઉત્તરપ્રદેશ ) જે તે દિવસનો હિસાબ બીજા દિવસે સવારે આપી દેતો હતો.જોકે, દિવાળીના સમયને લીધે ગત 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીનો હિસાબ લેવાનો બાકી હોય ગત 4 નવેમ્બરે તેણે આપ્યો ત્યારે તેમાં રૂ.3.20 લાખ ખૂટતા હતા.

(5:49 pm IST)