Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાની અદાવતમાં બે જૂથો વચ્ચે તકરાર થતા ગુનો દાખલ

અમદાવાદ: સરદારનગરમાં યુવકની હત્યાની અદાવતમાં એકજ સમાજના બે જુથો વચ્ચે તકરાર થઇ હતી જેમાં મામલો બિચકતાં મહિલાઓ સહિતના લોકોેએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો અને વાહનોની તોડફોડ કરી હતી. આ મારા મારીમાં ચાર લોકો ઘાયલ થયા હતા. સરદાનગર પોલીસે બન્ને પક્ષે ૨૭ લોકો સામે રાયોટિંગ તથા હત્યાની કોશિષ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર,પી.વી. ગોહિલના જણાવ્યા મુજબ  સરદારનગર વિસ્તારમાં નહેરુનગર ખાતે વર્ષ પહેલા યુવકની હત્યા થઈ હતી જેને લઇને આજે  સવારે એક સમાજના બે જુથો વચ્ચે તકરાર થઇ હતી બાદમાં વાતાવરણ ઉગ્ર બનતાં જોત જોતામાં બે જૂથ્થો વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો. આ પથ્થર મારામાં લોકો સામ સામે લાડકીઓ તથા પાઇપ સાથે ધસી આવ્યા હતા. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા જેમાંદીલીપભાઇને માથામાં પાઇપ વાગતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા.  આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડયો હતો. પોલીસે એક પક્ષે હત્યાની કોશિષ તથા બન્ને પક્ષે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી હતી.

(6:09 pm IST)