Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કલોલ ચૂંટણી દરમ્યાન ભાજપના કાર્યકર પર થયેલો હુમલા મામલે કુલ 13 લોકોની ધરપકડ

 સ્થાનિક પોલીસ, SOG અને LCB દ્વારા અનેક શકમંદોની પૂછપરછ કરવામાં આવી

ગાંધીનગરની કલોલ વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપના કાર્યકર પર થયેલા હુમલા મામલે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. પોલીસે રાત્રિ દરમ્યાન કુલ 13 લોકોની ધરપકડ કરી છે. 

   ગત રાત્રે હુમલાના વિરોધમાં મોટા પાયે લોકો એકત્ર થયા હતા. જે બાદ હવે સમગ્ર પંચવટી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ, SOG અને LCB દ્વારા અનેક શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી,

 બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે પણ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બકાજી ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઘટનામાં જે પણ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે.

(8:34 pm IST)