Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજપીપળામા બ્રાન્ડેડ ઓઇલના નામે બનાવટી ઓઇલ વેચતા સુરતના બે શખ્શોને ઝડપી લેતી એસ.ઓ.જી. નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં બનાવટી ઓઇલનું વેચાણ કરતા સુરતના બે વ્યક્તિઓને એસ. ઓ. જી. નર્મદાની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એસ.ઓ.જી. શાખા નર્મદા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા રાજપીપળા વિસ્તારમાં માછીવાડ પરીખ પેટ્રોલપંપની બાજુમાથી હિરેન ભરતભાઇ દોમડીયા (રહે- ૪૨ ,કમલપાર્ક  સોસાયટી -૨ કાપોદરા વરાછા રોડ સુરત )અને હસમુખ વિઠ્ઠલભાઇ કાકડીયા (રહે -૩૫ કતારેશ્વર સોસાયટી લલીતા ચોકડી ચાર રસ્તા કતાર ગામ સુરત) ને કેસ્ટ્રોલ ,સર્વો, ગલ્ફ,હીરો કપનીના ડુપ્લીકેટ ઓઈલ તથા ઓટો મોબાઈલ્સને લગતા વિવિધ સ્પેર પાર્ટ તથા ઈકો ગાડી તથા મોબાઈલ મળી કુલ કિ.રૂ .૪,૬૮,૭૩૩ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(10:04 pm IST)