Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજપીપળા વ્રજ કોંપ્લેક્ષની સામે પાર્ક કરેલી મો.સા.ની ચોરી થતા અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

શહેરના મહા વિદ્યાલય રોડ પર વ્રજ કોમ્પ્લેક્ષ સામેથી મો.સા.ની ચોરી થયા બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી મુજબ ચૈતન્યકુમાર ઠાકોરભાઇ દેસાઇ (રહે.મહા વિદ્યાયલ રોડ ઉજજજીવન બેંકની બાજુમાં,રાજપીપળા) ની ફરિયાદ અનુસાર તેમના દીકરા સંજયે મો.સા.નં.GJ- 22-E8738 કિ.રૂા.૨૦,૦૦૦ ઘર આંગણે પાર્ક કરી મૂકી હતી જે બીજા દિવસે સવારે ત્યાં નહિ જોવા મળતા શોધખોળ કરવા છતાં ક્યાંયે નહિ મળતા રાજપીપળા પો.સ્ટે.માં ચોરીની ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:00 pm IST)