Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજ્યમાં કોવિડ-19ના 90 ટકાથી વધુ બેડ ખાલી હવે 50,000થી વધુ બેડ ખાલી :ડો. જયંતિ રવિ

રાજ્ય સરકારે લીધેલા પગલા અને નાગરિકો દ્વારા મળેલ વ્યાપક જનપ્રતિસાદને પરીણામે રાજ્યમાં સંક્રમણનું પ્રમાણ ઘટ્યુ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાને હરાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહલા લેવામાં આવી રહ્યા છે. જેના પગલે ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેની સાથે જ કોવિડ-19 દર્દીઓ માટે અનામત રખાયેલ બેડ પણ ખાલી થઇ રહ્યા છે. ખાલી બેડની સંખ્યા હવે 50,000થી વધુ થઇ ગઇ છે, એટલે કે રાજ્યમાં કોવિડ-19ના 90 ટકાથી વધુ બેડ ખાલી છે. આ માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતીએ આપી હતી. C

કોરોનાના કેસોમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતીએ જણાવ્યું કે કોરોનાના સંક્રમણથી બચાવીને નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને પરિણામલક્ષી કામગીરીને કારણે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડૉ. રવિએ ઉમેર્યુ કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 મહિનાથી મળી રહેલ કોર કમિટિની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો અને તેમના અમલીકરણ થકી નાગરિકોને સુરક્ષિત કરવાના કારણે આ સફળતા મળી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલા અને નાગરિકો દ્વારા મળેલ વ્યાપક જનપ્રતિસાદને પરીણામે રાજ્યમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યુ છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યની હોસ્પિટલોમાં 50,000થી વધુ કોવિડ-19 બેડ પૈકી મોટાભાગના એટલે કે 90% થી વધુ બેડ ખાલી છે જે બતાવે છે કે હાલ રાજ્યમાં કોવિડ-19 રોગનું પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

(11:41 pm IST)