Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

૮ જાન્યુઆરીએ વિરમગામ તાલુકા સેવા સદન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

વિરમગામ શહેર તથા ગ્રામ્યના તમામ લોકોને બ્લડ ડોનેશન રૂપી મહાયજ્ઞમાં જોડાવા જાહેર અપીલ: બ્લડ ડોનેશન કરવા માટે મોબાઇલ નંબર ૯૯૭૪૭૮૭૫૭૮ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વર્તમાનમાં કોરોના મહામારીએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ સમય દરમ્યાન બ્લડ બેંકો દ્વારા નિયમિત પણે કેમ્પો ન યોજી શકાતા વર્તમાનમાં બ્લડ બેંકોમાં પૂરતા પ્રમાણમાં લોહી મળી શકતું નથી અને ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત  બાળકોને વારંવાર લોહીની જરૂર પડતી હોય છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન તથા મદદનીશ કલેકટર વિરમગામ પ્રાંતની આગેવાનીમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહકારથી વિરમગામ તાલુકાના મહેસુલી, પંચાયત, પોલીસ, આર એન બી, હેલ્થ, ફોરેસ્ટ, એસ.આર.પી, શિક્ષણ તથા અન્ય તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ  તથા વિરમગામના તમામ સામાજિક - રાજકીય - ધાર્મિક આગેવાનો, વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ, જુદા જુદા મંડળો, કંપનીઓ વિગેરેના સંયુક્ત સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. તારીખ:- ૦૮/૦૧/૨૦૨૧ના રોજ સમય : સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ તાલુકા સેવા સદન વિરમગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. વિરમગામ શહેર તથા ગ્રામ્યના તમામ લોકોને આ બ્લડ ડોનેશન રૂપી મહાયજ્ઞ માં જોડાવા જાહેર અપીલ છે. આપણે સૌ આમાં ઉમદા કાર્ય માં જોડાઈ આપણા સૌની સામાજિક જવાબદારી અદા કરી આપણા વિરમગામ ને સ્વસ્થ વિરમગામ બનાવીએ. બ્લડ ડોનેશન કરવા માટે મોબાઇલ નંબર ૯૯૭૪૭૮૭૫૭૮ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

(10:44 am IST)