Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી : કાલથી 20 દિવસ 6000 સંમેલનો યોજશે

220 જેટલા નેતાઓ રાજ્યભરમાં ખૂણેખૂણો ખુંદી વળશે

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. પ્રદેશ સ્તરેથી રાજ્યભરના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકોનો દોર ચલાવી અને ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા આગામી 20દિવસમાં 220 જેટલા નેતાઓ 6000 જેટલા સંમેલન યોજશે. આગામી તા.8 મી જાન્યુઆરી થી 28 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરના ખૂણેખૂણાને ખૂંદવા તૈયાર છે.

ખેડૂત સમસ્યાઓ, શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી ,પીવાનું પાણી ,ગંદકી સ્વચ્છતા સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે ભાજપ સરકારની નિષ્ફળતાને લઈને જનમાનસમાં સરકારની નિષ્ફળતા ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

કોંગ્રેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર આ સંમેલન ગ્રામ્ય વિસ્તાર ,તાલુકા, જિલ્લા પંચાયતની પ્રત્યેક બેઠક નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વોર્ડદીઠ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે .આ સંમેલનમાં પ્રદેશના નેતાઓ પણ પોતાના વિસ્તારમાં યોજાનારા સંમેલનમાં હાજરી આપશે.

સામાન્ય સંજોગોમાં કોંગ્રેસ ચૂંટણીની જાહેરાત પછી જ કેટલીક કામગીરી હાથ ધરે છે પરંતુ આ વખતે કોંગ્રેસ દ્વારા આગોતરૂ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પ્રચાર પ્રસારની કામગીરી ચૂંટણી વ્યૂહ રચના તેમજ જનમાનસ પર છવાયેલા ભાજપ્ની છબી આભાસી હોવાની પ્રતિતી આમ જનતાને કરાવશે

(11:03 am IST)