Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સુરત મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી સંકલ્પ : જીતશે તો અપાશે ફ્રી કોરોના રસી : સીટી બસમાં ફ્રી મુસાફરી

રુપિયા 5માં જમવાની સુવિધા માટે વોર્ડ દીઠ બે રસોઇ ઘર તેમજ શિક્ષણ સમિતિમાં 100 સ્માર્ટ શાળાની રચના કરશે

સુરત : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધમધમાટ શરુ થઇ ગયો છે. કોંગ્રેસ દ્વારા સુરત માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંકલ્પ જાહેર કરાયો છે. જેમાં કોંગ્રેસ મનપા જીતશે તો શું કરશે એનો ચિતાર અપાયો છે.

કોંગ્રેસ દ્વારા સંકલ્પ જાહેર કરાયો છે કે જો મનપા જીતશે તો વિના મૂલ્યે કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે લોકોને વેરામાં રાહત સીટી બસમાં ફ્રીમાં મુસાફરીનું વચન આપવામાં આવ્યું છે.

આ સાથે રુપિયા 5માં જમવાની સુવિધા માટે વોર્ડ દીઠ બે રસોઇ ઘર તેમજ શિક્ષણ સમિતિમાં 100 સ્માર્ટ શાળાની રચના કરવામાં આવશે. જ્યારે સિટીમાં સમાવિષ્ટ ગામોમાં સુવિધાની સમીક્ષા કરાશે.

આ સાથે જો સુરત મનપામાં કોંગ્રેસનું શાસન આવશે તો શહેરમાં આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેદાન તેમજ પ્રદુષણ મુક્ત શહેર બનાવશે.

(11:28 am IST)