Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

અધ્યાપક સહાયકની વધારાના ૮ વિષયોમાં ૧૪૭ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ ગોઠવાશે

અમદાવાદ તા. ૭ : ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલ આર્ટસ-કોમર્સ અને સાયન્સ કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા ૧ ડીસેમ્બર-ર૦ર૦ ના જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં કેટલાક વિષયોને લઇને વિરોધ થયો હતો. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આઠ વિષયોમાં ૧૪૭ જગ્યાઓ ભરવાની જાહેરાત સાથે ઉમેદવારોને ર૦મી સુધી અરજી કરવા સુચના આપવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ ગુજરાતી વિષયમાં ૩૭, હિન્દ વિષયમાં રપ, સંસ્કૃત વિષયમાં ૧ર, સમાજશાસ્ત્ર વિષયમાં ૧૩ , મનોવિજ્ઞાન વિષયમાં ર૭, ઇતિહાસ વિષયમાં ૧પ, આંકડાશાસ્ત્ર વિષયમાં ૧૭ સહિત ૧૪૭ જગ્યાઓ ભરવામાં આવનાર  છે.

કોમર્સ અને એકાઉન્ટસીમાં ઓછી જગ્યાઓ બન્ને વિષયો ભેગા કરી દેવામાં આવતા વિવાદ થયો હતો શૈક્ષણીક સંઘે તાકીદે જાહેરાતમાં ફેરફાર કરવા માંગણી કરતા હવે ર૦ જાન્યુઆરી સુધી અરજી કરશે.

(11:40 am IST)