Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

આગામી ૧૬મીથી વીજ કર્મચારીઓનું આંદોલનઃ ર૧મીની હડતાલ યથાવતઃ ઉર્જા વિભાગ સાથેની મંત્રણા ફેઇલ

એરીયર્સના મામલે નાણા ખાતાએ હજુ ફાઇલ કલીયર કરી નથીઃ ૧૧મીએ રજા મૂકી દેવા આદેશો

રાજકોટ તા. ૭: આગામી તા. ૧૬ થી રાજયના પપ હજાર વીજ કર્મચારીઓ ર૦૧૬-૧૭ થી પેન્ડીંગ એરીયર્સ-ખાનગીકરણ સહિતના એક ડઝન મુદ્દા અંગે આંદોલન શરૂ કરનાર છે, ૧૬મીથી દેખાવો-ધરણા-સુત્રોચ્ચાર અને ર૧મીએ પ હજાર વીજ કર્મચારીઓ-અધીકારીઓ ૧ દિ'ની હડતાલ પાડનાર છે.

આ મુદ્દા અંગે ગઇકાલે વીજ બોર્ડે તમામ યુનિયનોના આગેવાનો સાથે મંત્રણા કરી હતી, પરંતુ એરીયર્સના મામલે હજુ ફાઇલ નાણા ખાતા પાસે પડી હોવાનું અને આ ફાઇલ કલીયર ન થઇ હોય, મેનેજમેન્ટે યુનિયન આગેવાનોને કોઇ ખાત્રી નહિં આપતા ગઇકાલની મંત્રણા ફેઇલ થતા આંદોલન યથાવત રહ્યાની આગેવાનોએ જાહેરાત કરી હતી.

યુનિયન આગેવાનોએ દરેક વીજ કર્મચારીને ર૧મીની હડતાલ અંગે ૧૧મીએ જ માસ સીએલ મુકી દેવા આદેશો કર્યા છે, લડત અંગે જીબીઆના બી. એમ. શાહ ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.

(12:53 pm IST)