Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત: કેટલાક ભાગોમાં હજુ ત્રણ દિવસ વધી શકે છે ઠંડી

ઉત્તર દિશામાંથી આવેલ પવનના લીધે રાજ્યમાં વિવિધ ઠેકાણે ઠંડીનું જોર વધ્યું

અમદાવાદ : રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે. રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પંતન દિવસ ઠંડી નું પ્રમાણ વધી શકે છે. ઉત્તર દિશામાંથી આવેલ પવનના લીધે રાજ્યમાં વિવિધ ઠેકાણે ઠંડીનું જોર વધ્યું છે. જે હજુ પણ ત્રણ દિવસ યથાવત રહેશે

ઠંડીમાં તંદુરસ્તી મેળવવા લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. કોરોનાને લઈને લોકો હેલ્થ વિષે વધુ જાગૃત બન્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં શહેરી જનો કસરત કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક વૉકિંગ, જૉગિંગ, યોગ, પ્રાણાયામ કરતા નજરે ચડી રહ્યા છે

(1:39 pm IST)