Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મહામારીમાં પપ૮ લોકોમાંથી ૪૪૬ લોકો પાસે વીમો : આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો સર્વે

અમદાવાદ : કોવિડની પરિસ્થિત બાદ આરોગ્ય વીમા તરફ ગ્રાહકોને વર્તનમાં થયેલા બદલાવને સમજીને આઇસીઆઇસીાઇ લોમ્બાર્ડએ ભારતના ૪ ખુણા ઉતર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં એક સર્વે કર્યો હતો. તેમાં પશ્ચિમ પ્રાંતમાં કુલ પપ૮ વ્યકિતના ઇન્ટરવ્યુ કર્યા હતા. જેમાંથી ૪૪૬ લોકો પાસે હાલમાં આરોગ્ય વીમાનો પ્લાન છે અને ૧૧ર પાસે નથી.

મુખ્ય અસર

પશ્ચિમ પ્રાંતમાં સર્વેમાં જણાવ્યા અનુસાર કોવિડ-૧૯ રોગચાળાએ આરોગ્ય વીમાની માંગમાં વધારો થયો હતો. ૧પ ટકા ગ્રાહકોએ છેલ્લા ૬ મહિનામાં એક નવી પોલીસી લીધી હતી અને ર૬ ટકાલોકોને છેલ્લા ૧ વર્ષમાં પોલિસી લીધી હતી. ફકત પ૮ ટકા લોકોએ લગભગ એક વર્ષ પેહલા તેમની ચાલી રહેલી આરોગ્ય વીમા પોલીસીને લીધી હતી. આરોગ્ય વીમા ખરીદવાનો સર્વ-થમ સ્ત્રોત એજન્ટ જ છે., સર્વેમાં જણાવ્યા અનુસાર, કોવિડ-૧૯ બાદ ગ્રાહકો વધુ સ્વનિર્ભર બન્યા છે. તેમાં ર૭ ટકાએ વેબસાઇટસ દ્વારા ખરીદી કરી છે.

ખરીદીની પ્રેરણા

પશ્ચિમપ્રાંતના ૮૭ ટકા જવાબદાતાઓએ કટોકટીના કિસ્સામાં સંભવિત ખર્ચને આરોગ્ય વીમા ખરીદવાનું પ્રથમ કારણ ગણાવ્યું હતું. જવાબદાતાઓની ઉંમર ૩૧ વર્ષની વચ્ચે હતી. આરોગ્ય વીમા ખરીદવા ટેનો સૌથી મુખ્ય ઉદ્દેશ ટેકસ લાભ મેળવવાનો હતો. સર્વેમાં જણાવ્યા અનુસાર લગભગ અડધાથી વધુ સ્પર્ધકોએ જણાવ્યું કે, જયારે આરોગ્ય વીમાની બ્રાન્ડની પસંદગી કરવાની હોય ત્યારે તેઓ મિત્રો, પરિવાર અને સહકર્મીના સુચના પર આધાર રાખે છે.

નોન-ઓનર્સ માટે નાણાકીય અવરોધ તથા કર્મચારીઓન વીમાએ મુખ્ય કારણ છે કે, તેઓ વ્યકિતગત વીમો થઇ ખરીદવતા. જો કે ૮૧ ટકા સર્વેના લોકોએ જણાવ્યું હતું. કે, કર્મચારી વીમાની સાથે તેઓ વધુ લાંબો સમય જ થઇ રહેતો અને તેથી જ તેઓ ભવિષ્યમાટે વ્યકિતગત પોલીસીની ખરીદી કરે છે.

રિન્યુઅલ અને કલેમ્સ

રીન્યુઅલ અને કલેમ્સની વાત આવે ત્યારે કોવિડ-૧૯ પહેલા ગ્રાહકો તેમના હાલના સેવા પુરી પાડવનારાઓની રિન્યુુઅલ-ક્રિયાની સાથે સંતુષ્ટ હતા. આપણે જોયું કે, ૮૪ ટકાએ તેમની પોલીસી રીન્યુ કરાવી હતી અને ૪૩ ટકાએ જણાવ્યું કે, તેમનો અનુભવ અદ્ભુત રહ્યો હતો. ૪૪ ટકા પોલિસી ધારકોએ ભૂતકાળમાં કલેમ્સ કર્યો છે અને તેમના ર૯ ટકાએ કેશલેશ કર્યુ છે.

રોગચાળાની અસર

રોગચાળાની અસર દરમિયાન સર્વેમાં જોવા મળ્યું કે, મોટા ભાગના માલિકોએ માસ્ક પહેરવા હાથ સેનિટાઇઝર કરવા અને ઘરગથ્થ ઉપાયો અજમાવા તથા રોગ-પ્રતિકારક શકિત વધારે તેવા સપ્લીમેન્ટ લેવા જેવા પાયાના સાવચેતીના પગલા હાથ ધર્યા છે. જેમ-જેમ સામાન્યતા ચાલુ થઇ આપણે થોયું કે જે લોકો પોલીસી નથી ધરાવતા તેવા લોકો કરતા, આરોગ્યવીમા પોલીસીના ધારકોએ વધુ સાવચેતી રાખી છે. ૩૯ ટકા જ નોન-ઓનર્સ જાહેરમાં માસ્ક પહેર્યુ હતું. મોટી ઉંમરની જુથના લોકો કરતા યુવા વર્ગના લોકોએ સાવચેતીના નિયમોનું વધુ પાળ્યા છે. જો કે, તેનું કારણ કદાચ એવું છે, કે યુવાન વર્ગના લોકોની તુલના મોટી ઉંમરના લોકોએ ઘરમાં રહેવાનું વધુ પસંદ કયુૃ છે.

(4:14 pm IST)