Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

યોગ ભગાવે રોગ અને અપાવે રોજગાર

લોકડાઉનમાં બેરોજગાર બનેલા ૯ યુવક -યુવતિને સુરતના યોગાચાર્ય ચેનારામે તાલીમ આપી ફરી પગભર કર્યા

સુરત,તા. ૭: યોગ ભગાવે રોગ તો કોરોના કાળમાં બધાએ સાંભળ્યું છે પણ આ કડીમાં એક વાકય ઉમેરાયું છે. યોગ સે પાસો રોજગાર.

નોકરી ગુમાવી ચુકેલ લોકો નાના પ્રયાસથી યોગ-પ્રાણાયામ દ્વારા ફકત નોકરી જ નથી મળતી પણ પોતાના તન-મનને સ્વસ્થ રાખી રહ્યા છે.લોકડાઉનથી ૯ મહિનામાં લાખો લોકોએ નોકરી ગુમાવી અને લાખોએ યોગ શીખ્યા. જેને ફાયદો જરૂરીયાતમંદ યુવક-યુવતિઓને મળેલ. યોગ ટ્રેનરોની ડીમાન્ડ વધી અને રોજગારમાં પરિવર્તીત થઇ.

સુરતમાં યોગાચાર્ય ચેનારામે જણાવેલ કે લક્ષ્ય નક્કી કરી લોકડાઉનમાં બેરોજગાર યુવાઓને રોજગાર ઉપલબ્ધ કરવાની દિશામાં કામ શરૂ કર્યું. બાડમેર જીલ્લાના સિણધરી ગામના ચેનારામે ૯ બેરોજગારોને પ્રશીક્ષણ આપી ચુકયા છે અને આ લોકો પહેલા જેવી આવક સુધી પહોંચી ગયા છે. તેમણે શરૂઆતથી ૯ વ્યકિતને યોગથી રોજગાર આપવાનો સંકલ્પ કરેલ.

તેમને આ વિચાર લોકડાઉન દરમિયાન લોકોના યોગ પ્રત્યેની ઉત્સુકતાથી આવેલ. શરૂમાં તેમને ૫૦ લોકોને યોગ શીખડાવેલ. દરમિયાન ઓનલાઇન યોગ શીખડાવવાની માંગ વધતા લોકડાઉનમાં બેરોજગાર થયેલ યુવાઓ માટે કંઇક કરવાનો વિચાર આવેલ અને સોશ્યલ મિડીયા દ્વારા યોગ પ્રશિક્ષક થઇ રોજગાર અંગે માહિતી આપી. ત્યારબાદ ૯ યુવક -યુવતિઓએ તાલીમ આપેલ.

લોકડાઉનમાં હૈદ્રાબાદમાં દુકાનથી નોકરી છુટી જતા બાડમેરના પ્રેમ દેસાઇને જ્યારે યોગથી રોજગારની ખબર પડી ત્યારે તેઓ સુરત આવ્યા અને સેન્ટર ઉપર રહી યોગ શીખ્યા. આવી જ રીતે સ્કુલ બંધ થતા શિક્ષીકા લખવિંદર કૌર, શિલ્પા અને ખુશ્બુ પણ ૩ માસનો કોર્સ કરી યોગ શિક્ષક બનીને રોજગારી મેળવી રહ્યા છે.

(4:15 pm IST)