Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મોડાસા શહેરના ચાર રસ્તા નજીકથી રિક્ષામાં બેઠેલ યુવકને કેફી પદાર્થ સૂંઘાડી લૂંટી લેનાર ગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા:શહેરના ચાર રસ્તાથી રીક્ષામાં બેસેલા યુવકને કોઈ કેફી પદાર્થ સુઘાડી અર્ધબેભાન કરી દેવાયો હતો.અને આ યુવકને રેલ્વે ફાટક નજીક ઝાળીઓમાં લઈ જઈ લૂંટી લેવાયો હતો.

રીક્ષામાં સવાર બે યુવકોએ ઘટનાને અંજામ આપ્યો હતો.આ ઘટના બનતા મોટીસંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અને ૧૦૮ બોલાવી યુવાનને સારવાર અર્થે ખસેડી પોલીસને જાણ કરી હતી.

મોડાસા શહેરના ચાર રસ્તાથી રીક્ષામાં બેસેલ યુવકને રીક્ષામાં સવાર અન્ય બે યુવકોએ કોઈ કેફી પદાર્થ સુઘાડી યુવાનને બેભાન કર્યો હતો.અને રેલ્વે ફાટક નજીક ઝાળીઓ પાસે યુવાનને લૂંટી લઈ ઢોર માર માર્યો હતો.જયારે આ ઘટનાની જાણ લોકોને થતાં મોટીસંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ૧૦૮ ને પણ સ્થળ ઉપર બોલાવી યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો.

આમ શહેરમાં ધોળા દિવસે ચાર રસ્તા ઉપર થી રીક્ષામાં યુવાનનું અપહરણ કરાયા ની ચર્ચાઓ ઉઠી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

(5:04 pm IST)