Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

તલોદની બજારમાં સોના-ચીડીની દુકાનમાં ચોરી કરવા ગયેલ બે મહિલાને લોકોએ સતર્કતાથી ઝડપી પોલીસ હવાલે કરી

તલોદ:બજારની મધ્યમાં ભરચક  વસ્તીવાળા વિસ્તારમાં આવેલ એક સોના-ચાંદીની દુકાનમાં દિનદહાડે  સવારના સમયમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસેલી બે મહિલાઓએ  સોનાનીની ચુની વગેરે ખરીદવાની વાત કરી હતી. જ્યારે દુકાન માલિકે ચુનીનું  બોકસ તેમની આગળ પસંદગી માટે મૂક્યું ત્યારે આવેલ ચાલબાજ તસ્કર મહિલાઓએ વેપારીની નજર ચૂકવીને  સોનાની ચુની  મોંમાં મૂકવા માંડી હતી. અંદાજિત ૪૫ જેટલી ચુની મહિલાઓએ પોતાના મોંમાં ધાણીની જેમ ભરી દીધી હતી..!!

બાદ વેપારી ભાઈને સોનાની ચુનીનો જથ્થો ઓછો થયેલો જણાતા તેઓએ મહિલાઓની પુછતાછ કરતાં જ મહિલોઓ ઉભી પૂંછડીએ  દુકાન છોડી ને મુદ્દામાલ સાથે નજીકની ગલીમાં થઈને રેલવે ટ્રેક તરફ ભાગી છૂટી હતી.. ભારે બૂમરાણ મચી જતાં મોટું લોક ટોળું આવેલ મહિલા પાછળ પડયું હતું ને મહિલાઓને  ઝડપી લીધી હતી.... જે મહિલાઓના   'મોંમાંથી'   ૩૫થી વધુ ચુનીનો જથ્થો મળી આવ્યો હતો...!!!

મુદ્દામાલ પૈકીની કેટલીક ચીજવસ્તુઓ/ ચુની  વગરે લોકો મહિલાઓને પકડવા દોડયા ત્યારે  આ મહિલાઓ એ રસ્તા ઉપર ફેંકી દીધી હતી  અથવા તેના હાથમાંથી પડી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને આરોપી મહિલાઓને પોલીસે સ્ટેશન લઈ ગઈ હતી.

(5:05 pm IST)