Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મોડાસાના હજીરા વિસ્તારમાં ભંગારની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો તાંબા-પિત્તળના ભંગાર ચોરી રફુચક્કર

મોડાસા: શહેરના હજીરા વિસ્તારમાં જય અંબે મેટલ નામની ભંગારની દુકાન આવેલી છે.જેમાં ગત રવિવારે રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકયા હતા.દુકાન નું શટર હથીયાર વડે કાપી ચોરોએ દુકાનમાં પ્રવેશ કરી ભંગારના સામાનને રફેદફે કરી ચોરીને અંજામ આપ્યો હતો.દુકાનની અંદર રખાયેલ એલ્યુમીનીયમ નો ભંગાર-૭૫૦ કીલો જેની કિ.રૂ.૧,૦૧,૨૫૦/-,તાંબાના ભંગારનો સામાન ૩૬૫ કીલો જેની કિં.રૂ.૨,૧૯,૦૦૦/- તથા પિત્તળના ભંગાર નો સામાન આશરે ૩૪૫ કીલો જેની કિં.રૂ.૧,૪૮,૩૫૦/- મળી કુલ રૂપિયા ૪,૬૮,૬૦૦/-  ના ભંગારના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ભંગારની દુકાનમાંથી મોટી રકમનો માલ સામાન ચોરો ઉઠાવી જતાં આ વિસ્તારના દુકાનદારોમાં ફફડાટ વ્યાપ્યો હતો.ચોરો બેફામ બની ભંગારની દુકાનમાંથી કુલ ૧૪૬૦ કીલો ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

જેથી આ અંગે પન્નાલાલ ગેનાજી કુમાવત (રહે.કાર્તિકેય સોસાયટી,માલપુર રોડ,મોડાસા)નાઓએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:06 pm IST)