Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાની નોબત આવી

સાંતલપુર: તાલુકાના શેરપુરા ગામની સીમમાં થી પસાર થતી માનપુરા ડીસ્ટ્રી કેનાલમાં વહેલી સવારે ૨૦ ફુટનું ગાબડું પડયું હતું . કેનાલમાં ગાબડુ પડવાને કારણે કેનાલ નજીક ખેતર ધરાવતા ચૌધરી મનજીભાઈ હરીભાઈ, ઠક્કર અતુલભાઈ મયારામભાઈ તથા ચૌધરી રમેશભાઈ સહીત પાંચ જેટલા ખેડુતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા . કેનાલનું પાણી ખેતરોમાં ફરીવળતા ખેડૂતોએ કરેલ જીરુ , એરંડા , ઘઉં , સવા , રચકો સહીતના પાકને નુકશાની થવા પામી હતી.ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે એક મહીનામાં આ કેનાલમાં એક જગ્યાએ ત્રીજી વખત ગાબડું પડયું છે. અને કેનાલનું પાણી અમારા ખેતરોમાં ત્રીજી વખત ફરી વળ્યા છે જેને લઈને ખેતરમાં કરેલ તમામ વાવેતર નિષ્ફળ જવા પામ્યુ છે. અગા કેનાલમાં ગાબડું પડયું ત્યારે અધીકારીઓ આવેલા અને અમારા ખેતરોનું સર્વે કરવામામં આવ્યુ હતુ પરંતુ સર્વે કર્યાબાદ અમોને નુકશાનીનું કોઈજ વળતર આપવામાં આવ્યું નથી. જયારે આજે ફરી ત્રીજી વાર ગાબડુ પડતા કેનાલનું પાણી દુર-દુરના ખેતરો સુધી પહોંચ્યું હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યુ હતુ . ચોમાસમાં કુદરતી થપાટને કારણે ખીતનું નુકશાન ભોગવ્યું હતું જયારે રવી સીજનમાં સારો મોલ મેળવવાની આશા સાથે કરેલ વાવેતર બાદ કેનાલના ગાબડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત દયનીય બની જવા પામી હોવાનું પંચાયતના સદસ્ય જયંતીભાઈએ જણાવ્યુ હતુ.

(5:07 pm IST)