Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

અમદાવાદના શાહપુરમાં ઉછીના પૈસાની ઉઘરાણી કરવા ગયેલ વૃદ્ધને પાડોશીએ ધક્કો મારતા ગંભીર ઇજાથી મોત

અમદાવાદ:શાહપુરમાં રહેતા ૬૫ વર્ષના વૃધ્ધે તેમના પડોશીને નાણાંની જરૃર પડતા રૃ.૧૩,૫૦,૦૦૦ ઉઢીના આપ્યા હતા. પડોશીએ ૨૦૨૦માં નિવૃત થતા પૈસા પરત આપવાનું કહ્યું હોવાથી વૃધ્ધ પૈસા લેવા તેમના ઘરે ગયા હતા. જોકે પડોશી અને તેમના પરિવારે તેમને ગડદાપાટુનો માર મારતા તે નીચે પડી ગયા હતા અને અર્ધબેભાન થઈ ગયા હતા. બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. આથી શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે મહિલા સહિત ચાર જણાની અટક કરી હતી.

આ બનાવની વિગત મુજબ શાહપુરમાં નાગોરીવાડ નવી વડવાળી પોળમાં રહેતા અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણીયાત્ર૫) તેમના પરિવાર સાથે રહેતા હતા.પાંચેક વર્ષ પહેલા તેઓ શાહપુર ટોરન્ટ પાવર પ્રા.લીમાંથી નિવૃત થયા હતા. દરમિયાન તેમની પોળમાં રહેતા મનુભાઈ ભજનભાઈ કાપડીયાને અસ્વિનભાઈ સાથે ઘર જેવા સંબંધ હતા અને તેમની આર્થિક હાલત સારી ન હોવાથી ઉછીના પૈસાની માંગમી કરી હતી. તેમણે ૨૫ લાખની માંગણી કરીને બેન્કમાંથી નિવૃત થશે ત્યારે નામાં પરત કરી દેશે, એમ કહ્યું હતું. જોકે અશ્વિનભાઈ પાસે વધુ રકમ ન હોવાથી તેમને રૃ.૧૩,૫૦,૦૦૦ રોકડા ઉછીના આપ્યા હતા. મનુભાઈે વધુ રકમ માંગતા અસ્વિનબાઈે તેમની પત્નીના દાગીના ગિરવે મુકીને પૈસા આપ્યા હતા. તે સિવાય મનુભાઈએ અસ્વિનભાઈની દિકરી ધર્મિષ્ટાબહેન પાસેથી પણ ઉછીના પૈસા લીધા હતા.

(5:07 pm IST)