Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક અગમ્ય કારણોસર આધેડે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લેતા ચકચાર

વડોદરા:રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે રહેતા આઘેડે ઘર આંગણે જ રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે નવરંગ સિનેમા રોડ પર રાવળ મહોલ્લામાં રહેતા ૫૧ વર્ષના પ્રવિણ જેસીંગભાઇ રાવલે બપોરે પોતાના ઘરની બહાર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જ પ્રવિણભાઇની પુત્રી રંગોલી પિતાને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઇ હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન પ્રવિણભાઇનું મોત નિપજ્યું હતું.

આ અંગે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પ્રવિણભાઇ બેરોજગાર હતા તેમજ ફેબુ્રઆરી માસમાં તેમની મોટી પુત્રીનું લગ્ન હતું. હાલમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હોવાનું પરિવારજનો કહે છે પરંતુ વધુ તપાસ બાદ સત્ય વિગતો જાણવા મળશે.

(5:09 pm IST)