Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સુરતના પાંડેસરામાં સોસાયટીના જ બંધ મકાનને નિશાન બનાવી ડુપ્લીકેટ ચાવીની મદદથી ઘરમાં લૂંટ ચલાવનાર ગઠિયાને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત: રાત્રી દરમિયાન પગપાળા જઇ ડુપ્લીકેટ ચાવી વડે બંધ ઘરનું તાળું ખોલી ચોરીનો કસબ અજમાવતા બે ઉડીયા ચોરને પાંડેસરા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી સોનાના દાગીના, ટીવી અને રોકડ મત્તા મળી કુલ રૂા. 2.21 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં થયેલી ચાર ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
પાંડેસરા પોલીસના પો.કો પ્રતીક લક્ષ્મણ અને રણવીરસિંહને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એ.જી. રબારી અને તેમની ટીમે પાંડેસરા રામજી મંદિર પાસેથી રાજીવ ઉર્ફે રાજુ કિંતન નાહક (ઉ.વ. 40) અને ખત્રેવાસી ઉત્સવ નાયક (ઉ.વ. 40 બંને રહે. હાલ આર્વીભાવ સોસાયટી વિભાગ 2, પાંડેસરા અને મૂળ. આસ્કા, જિ. ગંજામ, ઓડિશા) ને ઝડપી પાડી તેમની પાસેથી સોનાના 60.25 ગ્રામ વજનના દાગીના રૂા. 1.78 લાખ, ચાંદીના 150 ગ્રામ વજનના દાગીના રૂા. 11 હજાર, મીક્સર મશીન, ઇસ્ત્રી, કાંડા ઘડિયાળ, ટીવી અને હોમ થિયેટર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2.21 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે બંને ચોરને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

(5:09 pm IST)