Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

પોલીસે બાતમીના આધારે કલોલ-મહેસાણા હાઇવે નજીકથી 12દારૂની બોટલ સાથે રિક્ષાચાલકને ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલ શહેર પોલીસે જનપથ પેટ્રોલપંપની પાસેથી વિદેશી દારૃની ૧ર બોટલ સાથે રીક્ષાચાલકને ઝડપી પાડયો હતો. દારૃ અને રીક્ષા મળી ર૪૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૃ કરી હતી. 

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી દારૃની હેરાફેરી કરતાં ખેપિયાઓને પકડવામાં આવી રહયા છે. કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે મહેસાણા તરફથી આવી રહેલી રીક્ષા નં.જીજે-૦૧-એઝેડ-૩૨૩૧માં દારૃનો જથ્થો લઈ જવાઈ રહયો છે. જે બાતમીના પગલે હાઈવે ઉપર જનપથ પેટ્રોલપંપ પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રીક્ષા આવતાં તેને ઉભી રાખી હતી. જેના ચાલક હસમુખ ચંદુલાલ રાવલ રહે.સી-૧પશ્રીમંધર રેસીડેન્સી-રચાંદલોડીયા અમદાવાદને ઝડપી પાડયો હતો અને રીક્ષામાં તપાસ કરતાં વિદેશી દારૃની ૧ર બોટલ મળી આવી હતી. પોલીસે દારૃ અને રીક્ષા મળી ર૪૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરી હતી.

(5:15 pm IST)