Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કલોલ શહેર પોલીસે માણસા રોડ નજીક મંદિર પાસે દરોડા પાડી મોબાઈલ પર ઓનલાઇન સટ્ટો રમતા શખ્સોને ઝડપી સાત હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:હાલમાં ક્રીકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટાની પ્રવૃતિ વધી છે ત્યારે કલોલ શહેર પોલીસે માણસા રોડ ઉપર બાપાસીતારામ મંદિર પાસે દરોડો પાડીને મોબાઈલ ઉપર ઓનલાઈન સટ્ટો રમતાં શખ્સને ઝડપી પાડયો હતો. જેની પાસેથી રોકડ અને મોબાઈલ મળી સાત હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આઈપીએલ બાદ પણ ચાલી રહેલી નાની ક્રીકેટ લીગ ઉપર પણ સટ્ટાની પ્રવૃતિ ચાલુ જ છે ત્યારે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી ઓનલાઈન સટ્ટો રમતાં આવા સટોડીયાઓને પકડવામાં આવી રહયા છે. કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે માણસા રોડ ઉપર બાપાસીતારામ મંદિર પાસે એક શખ્સ હાલમાં ચાલી રહેલી બીગબેસ લીગ ર૦-ર૦ મેચ ઉપર સટ્ટો રમી રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં હરેશ લધુભાઈ પટેલ રહે.૪૯ કેશવકૃપા સોસાયટી વિભાગ-ર માણસા રોડ કલોલને ઝડપી પાડયો હતો અને તેના મોબાઈલમાં સટ્ટાની એપ્લીકેશન પણ મળી આવી હતી. મોબાઈલ અને રોકડ મળી સાત હજારનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(5:16 pm IST)