Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

આણંદમાં સુનાવણી યુવતીને દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન-પરેશાન કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:ખાતે પરણેલી સુણાવની યુવતીને તેના પતિ, સાસુ-સસરા અને નણંદના સસરા દ્વારા કરિવાયરમાં મળેલા સોના-ચાંદીના દાગીના પચાવી પાડીને અમેેરિકાની વિઝા ફાઈલ મુકવા માટે ૧૫ લાખની માંગણી કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મુકતા આ અંગે પરિણીતાએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર સુણાવના નવાપુરા ખાતે રહેતી ભુમિકાબેનના લગj ગત ૯-૧-૧૮ના રોજ આણંદના ગુરૂદ્વારા સર્કલ પાસે આવેલા ક્રિશ્ના બંગલામાં રહેતા સંકિતભાઈ નરેશભાઈ પટેલ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા.

લગ્નના બીજા દિવસે જ પતિ, સાસુ લતીકાબેન, સસરા નરેશભાઈએ તેણીને કરિયાવરમાં મળેલા તમામ દાગીના ઉતરાવીને નણંદના સસરા મનુભાઈ પટેલની આણંદની બેંકમાં લોકર હોય ત્યાં મુકાવી દીધા હતા. ત્યારબાદ પતિ, સાસુ અને સસરા ૧૩-૧-૧૮ના રોજ પરિણીતાને ટુંકમા જ તેણીની વિઝા ફાઈલ મુકીને અમેરિકા બોલાવી લેવાનું જણાવીને અમેરિકા જતા રહ્યા હતા.માર્ચ-૨૦૧૮માં તેણીની વિઝા ફાઈલ મુકી હતી અને તે પેટે ૪૪૫ ડોલર પરિણીતાના પિયર પક્ષ પાસે વસુલ કર્યા હતા. ત્યારબાદ વિઝાની ફાઈલ જુન-૨૦૧૯માં પરત ખેંચી લઈને અમેરિકાની ફાઈલ મુકવા માટે ૧૫ લાખની માંગણી કરી હતી. આ માંગણી ના સંતોષાતા પતિ, સાસુ-સસરા અને નણંદના સસરા દ્વારા તેણી ઉપર શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કર્યો હતો અને બાદમાં ઘરમાંથી કાઢી મુકતાં તેણીએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની લેખિત ફરિયાદ આપતાં પોલીસે ચારેય વિરૂદ્ઘ ગુનો દાખલ કર્યો હતો.

(5:17 pm IST)