Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ સાથે ઝડપાયો : કારમાં નીકળેલા ક્લાર્ક અમૃત પટેલ રોકડ સાથે સપડાયો

એસીબીના ટોલ ફ્રી નં 1064 નંબર પર મળી હતી માહિતી

અમદાવાદ : ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ સાથે ઝડપાયો છે,ક્લાર્ક અમૃત પટેલ રૂપિયા 5 લાખ સાથે સપડાયો છે, મારુતિ કારમાં નીકળેલા ક્લાર્કને ઝડપી લીધો છે કારની તલાશી લેતા મળ્યા 5 લાખ રોકડા મળી આવ્યા છે

ગોધરામાં ફરજ બજાવતા અમૃત પટેલનીકારની તલાશી લેતા મળ્યા 5 લાખ રોકડા મળી આવ્યા છે એસીબીના ટોલ ફ્રી નં 1064 નંબર પર  ક્લાર્કની કારમાં લાખોની રકમ હોવાની માહિતી મળી હતી એસીબીએ વોચ ગોઠવીને કારને ઝડપી લીધી છે  ક્લાર્કની એસીબીએ શરૂ કરી પૂછપરછ
શરૂ કરી છે લાંચની રકમ હોવાની એસીબીને શંકા છે

(7:10 pm IST)