Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વલસાડના યુવાનનું પાકિટ પડી ગયું પોલીસે તાત્કાલિક શોધી આપ્યું

વહેલી સવારે પેટ્રોલિંગ માટે નિકળેલા કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાયે પાકિટ શોધી યુવાનને સોંપ્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ શહેર પોલીસે તેમની સજાગતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. પોલીસની ડ્યુટીના કોઇ કલાક હોતા નથી. તેઓ 24 કલાક ડ્યુટી પર જ હોય છે અને લોક સેવા માટે તત્પર રહેતા હોવાનું એક સંનિષ્ઠ ઉદાહરણ સિટી પોલીસે પુરું પાડ્યું છે.

  વલસાડ સિટી પોલીસના કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય આજે વહેલી સવારે શહેરમાં ચક્કર લગાવવા (ખાનગી પેટ્રોલિંગ) માટે નિકળ્યા હતા. ત્યારે એક યુવાનનું પાકીટ અબ્રામા ખાતે પડી ગયું હોવાની જાણકારી તેમને થઇ હતી. તેઓ આ જ વિસ્તારમાં ફરતા હતા. ત્યારે તેમણે પાકિટ જ્યાં પડ્યું એવા અંદાજીત સરસ્વતી સ્કૂલ પાસેના વિસ્તારમાં જઇ તેનું પાકિટ શોધી કાઢ્યું હતુ.

 ધવલ મિસ્ત્રી નામના યુવાનું પાકિટ મોર્નિંગ વોક દરમિયાન પડી ગયું હતુ. જે મળતાં તેના ક્રેડિટ કાર્ડ, લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ જેવા ડોક્યુમેન્ટ અને રોકડા રૂ.2500 બચી ગયા હતા. પાકિટ ખોવાઇ જતાં પૈસા કરતા વધુ મુલ્ય સરકારી ઓળખ કાર્ડનું થઇ જતું હોય છે. આ ઓળખ કાર્ડ ફરીથી કઢાવવા મુશ્કેલ રહેતા હોય છે. ત્યારે વલાસડના પોલીસકર્મીએ તેની લોક સેવાની અનોખી મિસાલ પુરી પાડી છે. 

(8:55 pm IST)