Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

લકવાગ્રસ્ત નિવૃત્ત પોલીસ કર્મચારીની મુલાકાત લેતા પોલીસ અધિકારીઓ

ડીએસપી રાજદિપસિંહ ઝાલાની લોકો પ્રત્યેની લાગણી તેના સ્ટાફ માટે લોકસેવાને પ્રેરક બની : ડીવાયએસપી એમ. એન. ચાવડા, સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ અને કોન્સ્ટેબલ રાજકુમારે લકવાગ્રસ્ત નિવૃત્ત પોલીસકર્મીની ઘરે જઇ તેમની શુભેચ્છા મુલાકાત લીધી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ સતત નિસહાય લોકોને વ્હારે આવતી જોવા મળી રહી છે. ઘાયલ બાળકીની સારવાર કરાવી, રસ્તો ભટકી ગયેલી તરૂણીને શોધી માતા પિતાને સોંપવી, ગરીબ બાળકોને મિઠાઇ વહેંચવી જેવા અનેક લોકસેવાના કાર્યો તરફ પણ પોલીસ વળી રહી છે. ત્યારે તેમણે આ વખતે પોતાના જ નિવૃત્ત પોલીસ બંધુના ઘરે જઇ તેમની મુલાકાત લીધી હતી.
  ડીએસપી રાજદિપસિંહ ઝાલાની લોકો પ્રત્યેની દયાભાવ લાગણીને જોઇ તેમનો સ્ટાફ પણ લોક સેવા માટે પ્રેરાયો, આ વખતે ડીવાયએસપી એમ. એન. ચાવડા, સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ અને કોન્સ્ટેબલ રાજકુમારે લકવાગ્રસ્ત નિવૃત્ત પોલીસકર્મી હરીદાસભાઇ રવજીભાઇ પટેલ (ઉ.વ.71)  ઘરે જઇ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમને લકવો થયો હોવાની જાણ થતાં તેમની મુલાકાત લઇ તેમની ખબરઅંતર પુછ્યા હતા. જેના કારણે તેઓ અને તેમનો પરિવાર ભાવવિભોર થઇ ગયો હતો.

(9:02 pm IST)