Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કાલે સી, આર,પાટીલ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સરપંચો સાથે કરશે સંવાદ

સરકારની યોજનાનો ગ્રામ્ય વિસ્તારના લોકોને મહત્તમ લાભ મળે એ માટે આપશે માર્ગદર્શન

અમદાવાદ : રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ લોકોને સરળતાથી મળી રહે અને મહત્તમ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ મળે તે અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સરપંચોને માર્ગદર્શન આપશે.

પ્રદેશ ભાજપ મીડિયા વિભાગે જણાવ્યું છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે 27 ડિસેમ્બરે મહેસાણા જિલ્લાના શંખલપુર ખાતે 225 થી વધુ સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ટેકનોલોજીના ઉપયોગથી ખૂબ સરળતાથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગામડાનો છેવાડાનો માનવી પણ કઈ રીતે મેળવી શકે તે અંગેના માર્ગદર્શનને સરપંચોએ આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

ભાજપ પ્રદેશ અધ્યક્ષની આ ‘સરપંચ સંવાદ’ની શૃંખલા અંતર્ગત તેઓ આવતીકાલે 8 જાન્યુઆરીએ જૂનાગઢ અને અમરેલી ખાતે જિલ્લાના વિવિધ ગામના સરપંચો સાથે સંવાદ કરશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે સવારે 9.30 કલાકે કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ, જૂનાગઢ ખાતે અને બપોરે 2.00 કલાકે તુલસી પાર્ટી પ્લોટ, બાયપાસ રોડ અમરેલી ખાતે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ટેકનોલોજીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ લોકોને સરળતાથી મળી રહે અને મહત્તમ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ આસાનીથી મળે તે અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સરપંચો વિસ્તૃત માર્ગદર્શન આપશે.

(10:22 pm IST)