Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સોમવારે ગુજરાતભરમાં ૨૪ કલાક માટે એલપીજી, પીએનજી અને સીએનજી ગેસનો પુરવઠો બંધ રહેશે: વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા તાકીદ

દહેજ ખાતે ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરીને કારણે ૧૧ જાન્યુઆરી અને સોમવારે સવારે ૫ થી બીજા દિવસે તા. ૧૨ જાન્યુઆરીને મંગળવારે સવારે ૧૦ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. જેના કારણે ઘર વપરાશથી લઈ ઔદ્યોગિક ગૃહો, હોટલ, રેસ્ટોરન્ટ અને CNG સંચાલિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવા કંપની દ્વારા તાકીદ કરવામાં આવી છે.

(12:09 am IST)