Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મુખ્યમંત્રી રૂપાણીએ કિસાન સર્વોદય યોજનાની સાથો સાથ નર્મદા જિલ્લાને પાણી પુરવઠાની રૂ.૧૫૨.૮૬ કરોડની વિવિધ જૂથ યોજનાઓની ભેટ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  તિલકવાડાથી મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કિસાન સર્વોદય યોજનાની સાથોસાથ પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.  જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકા ના ૫૭ ગામોની રૂ. ૭૨.૬૬ કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના ૨૧ ગામોની રૂ. ૨૩.૦૩ કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ જમણા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના ૩૨ ગામોની રૂ. ૪૯.૯૪ કરોડની પાણી પુરવઠા યોજના તેમજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત ગરૂડેશ્વર તાલુકાના ૩૬ ગામો અને ૨૨ ફળિયાની રૂ. ૭.૨૪ કરોડની પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે.

(12:49 am IST)