Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

નાંદોદ ના ગાડેત ગામ નજીક ફોર વ્હીલ ગાડીએ મો.સા. સાથે અકસ્માત કરતા ચાલકનું કરૂણમોત

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : પ્રાપ્ત માહિતી  મુજબ જયસીંગભાઇ દમણીયાભાઇ વસાવા રહે.મોરજડી, તા.ડેડીયાપાડા તેમજ ભંગડભાઈ ડુમરીયાભાઈ વસાવા અવાખલ ગામ થી  મોટર સાયકલ નંબર GJ-2-M-9565 ઉપર જતા હતા તે વખતે સામેથી આવતી આર્ટીગા ગાડી નંબર નંબર GJ-01-HY-7811 ના ચાલકે ગાડીને પુર ઝડપે હકારી જાયસિંગભાઈ ની મો.સા.સાથે અથાડી મો.સા.ચાલક સાહેદ ભંગડાભાઇ વસાવા ને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેમનું મોત થયા બાદ ગાડીનો ચાલક ગાડી લઇ નાસી જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

(12:53 am IST)