Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

નર્મદા જિલ્લામાં ગુરુવારે 3 કોરોના પોજેટિવ કેસ નિકળતા જિલ્લાનો કુલ આંક 1769 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે 3 કોરોના પોજેટિવ કેસ નોંધાયા જેમાં નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં-1 અને તિલકવાડા તાલુકાના જેતપુરમાં-1 તેમજ તિલકવાડામાં -1  મળી જિલ્લામાં કુલ-3 કોરોના પોજેટિવ કેસ જોવા મળ્યા હતા.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 07 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 05 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 08 દર્દી દાખલ છે.જિલ્લામાં આજે 01 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે, આજદિન સુધી જિલ્લામાં કુલ 1743 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1769 પર પહોચ્યો છે.આજે વધુ 318 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(12:56 am IST)