Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

પાલિકા તંત્રને લપડાક:સરકારી ઓવારાની દુર્દશાથી દ્રવી ઉઠેલાં સિનિયર સિટીઝનોએ સરકારી ઓવારાની જાતે સફાઈ કરી

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ નદી કીનારે આવેલો સરકારી ઓવારો શહેરીજનો માટે હરવા ફરવા માટે નુ પ્રિય સ્થળ રહ્યું છે, મોર્નિંગ અને ઈવનીંગ વોકર્સ માટે પણ આ ઓવરો પસંદગીનુ સ્થળ છે. પરંતુ આ ઐતિહાસિક સ્થાપત્ય તંત્રની ઘોર  ઉપેક્ષાનું ભોગ બન્યો છે. અને સાફ સફાઈ સુદ્ધાં કરવામા ન આવતાં આજે વહેલી સવારે સિનિયર સિટીઝનો નુ સમુહ હાથ મા સાવરણા ઉઠાવી જાતે સાફ સફાઈ માટે લાગી પડ્યા હતાં. પોતે અહીંયા દરરોજ ચાલવા કે બેસવા માટે આવતાં હોય ને ઓવારા ના પગથિયાં ઉપર લોકો દ્વારા  ફેંકવામા આવેલો કચરો અને નકામા ઝાડી ઝાંખરા થી બધું ગંદુ લાગતુ હોય સિનીયર સિટીઝનો એ તંત્ર ની અપેક્ષા રાખ્યા વગર પોતેજ સાફ સફાઈ કરવાનુ બીડું ઉઠાવ્યું હતું
સવાર ની પહોર મા સિનિયર સિટીઝન્સ ને આ કામ કરતાં જોઈ ને સૌ એ આદર ભાવ વ્યક્ત કરવાની સાથે તંત્ર ના આળસુ પણા ને ભાંડ્યો હતો, અને અને આ ઐતિહાસિક સ્થાપત્ય ની દુર્દશા અને ઘોર ઉપેક્ષા માટે ટીકા કરી હતી ઓવારા નો કેટલોક ભાગ પુર ના પાણી ને કારણે ક્ષતિ ગ્રસ્ત બન્યો છે, અને હજી પણ કેટલોક ભાગ જોખમી રીતે નમી પડ્યો છે પણ તંત્ર ને નવરાશ નથી અને તંત્ર પાસે આ ઐતિહાસિક સ્થાપત્ય ની સારસંભાળ માટે રૂપિયા પણ ન હોય તેમ લાગે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે સ્વ.યોગીરાજ સિંહ ગોહીલ દ્વારા અગાઉ સરકારી ઓવારા ની દુર્દશા થી વ્યથિત થઈ ને તેમણે પોસ્ટર અભિયાન ચલાવી તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો છતાં હજુ તંત્ર ઘોર નિંદ્રા માં જ લાગતા આજે સિનિયર સિટીજનો એ બીડું ઝડપ્યું હતું.

(1:16 am IST)