Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

વાપી વલસાડ ઉમરગામ સહિતના તાલુકાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ: ખેડૂતોમાં ચિંતા

વાપી અને ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટા બાદ જિલ્લાના વાપી વલસાડ ઉમરગામ સહિતના તાલુકાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે વાપી અને ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

(9:38 am IST)