Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે રૃપિયા તેર લાખ પચાસ હજાર ચૂકવવાનો નિર્ણય

રાજકોટ તા. ૭ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯ર થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુ સહાય તેમજ માંદગી સહાય સમિતિ દ્વારા જરૃરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમિતિના ચેરમેન શ્રી દિલીપ કે. પટેલ અને સભ્ય શ્રી શંકરસિંહ એસ. ગોહીલની આજરોજ મીટીંગ મળેલ. પાંચેક મહિનાથી માંદગી સહાયની સમિતિ થયેલ ન હોવાથી રાજયના વકીલોની ૭૦ થી વધારે માંદગી સહાયની અરજી પેન્ડિંગ હતી.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બરશ્રીને તે માલુમ પડતા ત્વરિત મીટીંગ બોલાવેલ અને તમામ માંદગી સહાયની અરજીઓનો નિકાલ કરેલ હતો. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમિતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતો માંથી આવેલ ૭૦ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે કુલ રૃપિયા તેર લાખ પચાસ હજાર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ તેમજ ૧૮ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ.અત્રે ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાયનો લાભ મેળવવા હકકદાર બને છે તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓને વધુમાં વધુ રૃા. ૮૦,૦૦૦ સુધીની માંદગી સહાય આપવામાં આવે છે.

(12:01 pm IST)