Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

કેસુડાના રંગે રંગાતા ધારાસભ્‍યોઃ વિધાનસભામાં ધૂળેટીની ઉજવણી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૭ :.. આજે વિધાનસભા ગૃહની સવારની બેઠક પૂર્ણ થયા બાદ વિધાનસભા સંકુલ પાસે આવેલ પૂ. ગાંધીજીની પ્રતિમા પાસે ધુળેટી કેસુડાના ફુલથી રમવા વિશાળ મંડપનું આયોજન કરેલ હતું.

આજે સવારની બેઠક પૂર્ણ થયે આ વિશાળ મંડપમાં ધુળેટી પર્વ મનાવાશે આ કાર્યક્રમ બાદ વિધાનસભાના અધ્‍યક્ષ દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે.

રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, મંત્રી મંડળના સભ્‍યો, આમંત્રીત મહેમાનોનો તેમજ ધારાસભ્‍યો આ ઉત્‍સવમાં ઉમંગ ભેર ભાગ લીધો છે.

આજની બેઠક પૂર્ણ થયા બાદ આવતીકાલે તા. ૮ અને ૯ ના રોજ ગૃહની બેઠક મળશે નહિં.

(1:25 pm IST)