Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

વિધાનસભા સંકુલમાં ધૂળેટીની ઉજવણીઃ રંગે રમતા મંત્રીઓ, ધારાસભ્‍યો

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગરઃ આજે ગાંધીનગર વિધાનસભામાં ભવન ખાતે અધ્‍યક્ષ શંકર ચૌધરી દ્વારા ધૂળેટીની ઉજવણી નિમિતે રંગોત્‍સવનું આયોજન કરાયેલ વિધાનસભા ખાતે આવો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયેલ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, આરોગ્‍યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મહિલા બાળ કલ્‍યાણ મંત્રી, ભાનુબેન બાબરિયા, મુખ્‍ય દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્‍યો જીતુ વાઘાણી, ઉદય કાનગડ વગેરે રંગે રમ્‍યા હતા. કેસુડા અને કુદરતી રંગો એકબીજા પર છાંટી ધૂળેટી પર્વની શુભેચ્‍છા પાઠવી હતી અધ્‍યક્ષ શંકર ચૌધરી દ્વારા ભોજન સમારંભ યોજાયેલ કાલે ગૃહમાં ધૂળેટી નિમિતે રજા રહેશે.

(2:56 pm IST)