Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

૩ કિમીના સીસીટીવી કેમેરા ખંગોળી વેપારીના ખોવાયેલ ૭ લાખ પરત અપાવ્‍યા

વિધવા મહિલાનું ૧ કરોડનું મકાન પરત અપાવનાર સુરત પોલીસનું વધુ એક પ્રજાલક્ષી કાર્યઃપોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ પીઆઇ જીતુ ચોધરી ટીમની જહેમતથી અશકય શકય બન્‍યું

રાજકોટ, તા.૭:  સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના નેતળત્‍વમાં શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં લોકોના પ્રચંડ સાથ સહકારથી શહેરને ડ્રગ્‍સમુકત બનાવવા જબરજસ્‍ત ઝુંબેશ, ગુજરાતમાં સહુ પ્રથમ વખત લોકોને ફરિયાદી  બનાવ્‍યા વગર પોલીસ જાતે ફરિયાદી બની ૩૦ જેટલા વ્‍યાજખોરો સામે લીધેલ પગલાં કે જે રાજ્‍યભરમાં ગૃહમંત્રી દ્વારા સુરત મોડેલ તરીકે પ્રચલિત બન્‍યું. લાચાર લોકો માટે પોલીસ કંટ્રોલ ૧૦૦ નંબર પર ફોન્‌ કરી લોન વ્‍યવસ્‍થા, સ્‍પાના નામે ચાલતા ગોરખખંધા ર્પ આક્રમણ જેવા પગલાઓ સાથે લોકો માટે તેમની અંગત તકલીફ સમયે તેમની સાથે અડીખમ ઊભા રહેવાની વણ લખી પરંપરા ફરી એક વખત આગળ વધી છે, વાત નાની છતાં ખૂબ અનુકરણીય હોય માણવા જેવી છે.

સુરતના કતારગાંમ વિસ્‍તારમાં રહેતા અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલ પોતાના એક્‍ટિવા સ્‍કૂટર પર નીકળ્‍યા હતા. આગળની સાઇડ પર ૭ લાખ રૂપિયાની થેલી પોતાના પગ નજીક રાખી હતી, અરવિંદભાઈ હીરાબજાર પહોચ્‍યાં ત્‍યારે જાણ થયેલ કે ૭ લાખ ભરેલ થેલી પડી ગયેલ છે. 

અવારનવાર અરવિંદભાઈ પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને તેમની ટીમના કિસ્‍સા સૌરાષ્ટ્‌ ગુજરાતના અખબારોમાં વાચતા હોવાથી તુરંત મહિધર પૂરા પોલીસ મથકના પીઆઇ  જીતુ ચોધરી તથા અન્‍ય સ્‍ટાફનો સંપર્ક કરતા હીરા વેપારીને હિમંત આપી એક ખાસ ટીમ શોધખોળ માટે કામે લગાડવા નિર્ણય થયેલ, દરમિયાન પોલીસ કમિશનર અજયકુમાર તોમરને જાણ થતાં પીઆઇ જીતુ ચોધરી સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પડેલ.

 પોલીસ કમિશનર તથા મહીધર પૂરા પીઆઇના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા  ૩ કી.મી.વિસ્‍તારના તમામ સીસીટીવી કેમેરા ચકાસ્‍યા હતા. એક વ્‍યક્‍તિ થેલી લય જતી નજરે પડતા તેના વિઝ્‍યુઅલ આસપાસના વિસ્‍તારના લોકોને પોલીસની બીજી એક ટીમ દ્વારા બતાવવામાં આવતા અને પોલીસ દ્વારા જેમને થેલી મળેલ તેમના સુધી પહોંચતા એ હીરા દલાલ દ્વારા થેલી પરત આપવામાં આવેલ. આમ અરવિંદભાઈને મૂળ રકમ પરત મળતા હાશકારો લીધો હતો, પોલીસ ટીમ, પીઆઇ જીતુ ચોધરી તથા પોલીસ કમિશનર અજય કુમાર તોમરનો પણ આભાર વ્‍યકત કરેલ.

અત્રે એ યાદ રહે કે સીપી અજયકુમાર તોમર, ડીસીપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ સુરતના રાંદેર વિસ્‍તારના પીઆઇ અને ભૂતકાળમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચ અને એસ. ઑ.જી.મા ફરજ બજાવી ગયેલ પીઆઇ અતુલ સોનારાં ટીમ દ્વારા વિધવા બહેન અને એક બાળકીના પરિવારનું ૧ કરોડનું મકાન કે જેનો કબજો થયેલ તે સમજાવટ દ્વારા પરત અપાયેલ, આમ સુરત પોલિસ આવા કર્યો કરી લોકોના દિલમાં સ્‍થાન મેળવેલ છે.

(3:07 pm IST)