Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

ગુજરાતમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 15 સહીત 9 જિલ્લાઓમાં 25 નવા કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં 15, અમરેલી અને રાજકોટમાં 2-2,અમદાવાદ,બોટાદ,મહેસાણા ,રાજકોટ કોર્પોરેશન,સાબરકાંઠા અને વડોદરા કોર્પોરેશનમાં 1 - 1 કેસ નોંધાયા:રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 100 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે, આજે વધુ 6 દર્દી સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,66,649 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

 

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 836 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.85.987 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 100 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ  દર્દી વેન્ટિલેટર નથી, ,જયારે 100 દર્દીઓ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે નવા 25 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15 કેસ,અમરેલી અને રાજકોટમાં 2-2 કેસ, અમદાવાદ,બોટાદ,મહેસાણા ,રાજકોટ કોર્પોરેશન,સાબરકાંઠા અને વડોદરા કોર્પોરેશનમાં 1 - 1 કેસ નોંધાયા  છે

 

(7:53 pm IST)