Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

રમત ગમત સાથે સંકળાયેલા યુવાનોને આવતા જીવલેણ હાર્ટ એટેક અંગે તબીબી તપાસ કમિટીની રચના કરવા માંગ

કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટ દ્રારા આરોગ્ય મંત્રીને પત્ર લખીને તબીબી તપાસ કમિટીની રચના કરી તપાસની માગ કરી

અમદાવાદ :  છેલ્લા થોડા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. નાની ઉંમરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને રમત ગમત સાથે સંકળાયેલા યુવાનોને આવતા હાર્ટ એટેક જીવલેણ સાબિત થઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટ દ્રારા આરોગ્ય મંત્રીને પત્ર લખીને તબીબી તપાસ કમિટીની રચના કરી તપાસની માગ કરી છે

   કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટે આરોગ્ય મંત્રીને પત્રમાં લખ્યું હતું કે, યુવાનોમાં જે રીતે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે તે ચિંતાજનક છે. આ માટે રાજ્ય સરકારે હ્રદયરોગના નિષ્ણાંત તબીબો AIIMS ના ડાયરેક્ટરોની ખાસ તપાસ ટીમ બનાવવી જોઇએ

(9:22 pm IST)