Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સોમવારે ફૂંકાયેલા વાવાઝોડાનાં કારણે નર્મદા જિલ્લામાં કેળના લુમ જમીનદોસ્ત થતા ખેડૂતોને મોટું નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં સોમવારે ભારે સૂસવાટા સાથે વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા અને ક્યાંક તો નાસભાગ પણ થઈ હતી પરંતુ આ કમોસમી વરસાદ અને વાવાઝોડાનાં કારણે નર્મદા જિલ્લામાં ધરતીપુત્રોનાં પાકને મોટું નુકશાન થયું હતું જેમાં ખાસ કરીને કેળાનો ઊભા અને તૈયાર પાક કેળની લુમ અને થડ સાથે જમીનદોસ્ત થઈ ગયો હતો

નર્મદા જિલ્લામાં સોમવારે અચાનક વાતાવરણ માં પલટો આવતા જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લાના ખેડૂતોના ઊભા પાકને.મોટું નુકશાન થયું હોય ત્યારે જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપલપૂરા ગામમાં કેળા નો ઊભો પાક થડ સાથે જમીન પર લબડી પડતા તૈયાર કેળાની લૂમો ને નુકશાન થયું છે હાલમાં કેળાનો ભાવ આસમાને હતો જેનાથી ખેડૂતો પણ ખુશ હતા પરંતુ અચાનક કુદરતી આફત એટલેકે વાવાઝોડા સાથે વરસાદ પડતાં હવે ખેડૂતોને રડવાનો સમય આવ્યો હોય એમ લાગી રહ્યું છે.માટે સરકાર આ કુદરતી આફત માં થયેલા નુકશાનનું ખેડૂતોને વળતર આપે એવી લોકલાગણી છે.

(10:01 pm IST)