Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

નાવરા ગામના મંદિરના પુજારીને પ્રેમ સબંધ બાધવા માટે ફોસલાવી કાવતરું રચનાર ચાર સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામમાં મંદિરના પૂંજારી સાથે કાવતરું રચનાર ચાર સામે ગુનો દાખલ થયો છે

 મળતી વિગતો અનુસાર રવિન્દ્રભાઇ ઉર્ફે રમેશભાઇ ગોરધનભાઇ પટેલ( ઉ.વ.૬૪) હાલ, (રહે.નાવરા)નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ નાવરા ગામે મંદિરમાં પુજારી તરીકે સેવા કરતા હોય (૧) નરેશભાઇ રમેશચંદ્ર ગંગવાણી તથા (૨) પવનભાઇ રમેશચંદ્ર ગંગવાણી તથા (૩) રોશનીબેન ઉર્ફે હેમાબેન વા/ઓફ નરેશભાઇ ગંગવાણી તથા (૪) રમેશચંદ્ર ગંગવાણી જેના બાપના નામની ખબર નથી (તમામ રહે. ૭ રાધેક્રિષ્ના બંગ્લોઝ, નરોડા, નાના ચિલોડા નજીક, અમદાવાદ શહેર )નાઓએપૂજારી પાસે રૂપિયા પડાવવાનું કાવતરૂ રચી રોશની બેને વારંવાર ફોન ઉપર વાતચીત કરી, વૉસ્ટએપ ચેટીંગ, વિડીઓ કોલ કરી પ્રેમ સબંધ બાધવા માટે ફોસલાવી ફોન ઉપર કરેલ વાતચીત, વૉસ્ટએપ ચેટીંગ, વિડીઓ કોલનુ રેકોર્ડીંગ કરી આ તમામે પૂંજરી પાસે રૂ।.૭૫,૦૦,૦૦૦- ની માંગણી કરી જો રૂપિયા નહી આપે તો તેમની ફોન ઉપર કરેલ વાતચીત, વૉસ્ટએપ ચેટીંગ, વિડીઓ કોલ વાઈરલ કરી ફરીયાદીને બદનામ કરી દેવાની ધમકીઓ આપી અને તેમ છતાં પણ પૈસા આપવામાં નહીં આવે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી પુજારી પાસે બળજબરી રૂપીયા પડાવી લેવા માટે બ્લેકમેઈલ કરી ગુનો કરતા આમલેથા પોલીસે ચારેય સામે ગુનો દાખલ કર્યો છે.

(10:20 pm IST)