Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

મશહૂર ગાયક અને ભાઈ ભાઈ સોન્ગ ફેઈમ અરવિંદ વેગડા વેલિયન્ટ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

-- વિપુલ નારીગરાએ જીફા 2022 ના મંચ પર ટ્રોફી આપી સન્માનિત કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતનો મોટામા મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ  28 ફેબ્રુઆરી 2023ના રોજ નારાયણી હાઇટસ,અમદાવાદ ખાતે યોજાયો હતો.જેમા ગુજરાતના કલા જગતના મોટા ભાગના નામાંકીત કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. આ બધી જ ઉપસ્થિતિ સાથે ગુજરાતી ફિલ્મ આકોનિક એવોર્ડ GIFA-2022 ના મંચ પર કલાકારોના એવોર્ડ સાથે-સાથે ખાસ ઉપસ્થિત પણ હતી.આપણે જ્યારે બોલિવૂડની વાત કરીએ ત્યારે તેમા જોઈએ છે કે, બોલીવૂડ ફિલ્મ સિતારા અને ક્રિકેટ સ્ટારનો અનોખો સંગમ જોતા આવ્યા છીએ અને એવી જ રીતે GIFA 2022 ના મંચ પર ગુજરાતની ફિલ્મ સ્ટાર અને ક્રિકેટનો સંગમ થયો હતો.

ગુજરાતની જનતાના દિલમા વસતા કલાકાર જેને આપણે નવરાત્રી દરમિયાન તેમનુ પ્રખ્યાત ગીત ભાઇ ભાઇ વાગતાની સાથે ઓળખી જઇએ છીએ એવા ગાયક અરવિંદ વેગડા અને વેલીયન્ટ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિપુલ નારીગરા પણ કોઈ ખાસ એવોર્ડ માટે ઉપસ્થિત હતા.
વિશ્ર્વની પ્રખ્યાત વેલીયન્ટ સ્પોર્ટસ બ્રાંડ જેના 25 કરતા વધારે ઇન્ટરનેશનલ, ભારતીય, IPL ના કિકેટરો જેના બ્રાંડ એમ્બેસેડર્સ છે. એવી વેલીયન્ટ સ્પોર્ટસ બ્રાંડના ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર્સ તરીકે  અરવિંદ વેગડાને ભારતના વેલીયન્ટ બ્રાંડ એમ્બેસેડર્સ વિપુલ નારીગરાએ અરવિંદ વેગડાને એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો.
આવનારા સમયમા ગુજરાતમા વેલીયન્ટ સ્પોર્ટ્સ બ્રાંડના બ્રાંડ એમ્બેસેડર્સ તરીકે અરવિંદ વેગડા જોવા મળશે.  ગુજરાત માટે ગૌરવવંતી ધટના હશે કે વિશ્ર્વ પ્રખ્યાત બ્રાંડના બ્રાંડ એમ્બેસેડર્સ તરીકે આ બન્ને ગુજરાતી દુનિયા ગજવશે.

(10:21 pm IST)