Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અમદાવાદની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયા

કોરોનાનો કહેર જારી છે હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે તેવા સમયે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે : આ જુનિયર ડોકટરોનું કહેવું છે કે અમે કોરોના વોર્ડમાં પીપીઈ કીટ પહેરીને ૧૨-૧૨ કલાક સેવા બજાવીએ છીએ, આમ છતાં અમોને પીવા માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી : સરકારે એમ કહ્યું હતું કે કોરોના વોર્ડમાં જે જુનિયર તબીબો ૩૦ દિવસથી વધુ દિવસ ફરજ બજાવે તો તેઓને ૨૫ હજાર વધારાનું મહેનતાણુ આપવામાં આવશે એ પણ આપવામાં આવતુ નથી : અમે અમારી ફરજ બજાવીએ છીએ એમ છતાં પણ તંત્ર દ્વારા અમારી કોઈ કાળજી રાખવામાં આવતી નથી : આ સહિત અનેક કારણોથી જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયાનું જાણવા મળે છે.

(4:15 pm IST)