Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અમદાવાદમાં બેજ દિવસની કોરોના સંક્રમીત બાળકી સફળ સર્જરી કારી જીવનદાન બક્ષ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટિમે ટ્રેકિઓ-ઇંફેક્સન ફિસ્ટુલની સફળ સર્જરી કરી :બાળકીના પરીવારમા આનદની લગણી ફેલાઇ : પિડિયા ટ્રીક સર્જરી એસોસિએટ પ્રોફેસર ડો.જયશ્રી રામજી અને તેમની ટીમ દ્વારા કરવામા આવ્યુ.

ગાંધીનગર: કોરોનાની બીજી લહેરે ચોતરફ હાહાકાર મચાવી દીધો છે. નાનાથી માંડીને મોટી વય ધરાવતાં દરેક વર્ગને ઝપટમાં લીધાં છે, ત્યાં સુધી કે જન્મના બીજા જ દિવસે એક બાળક કોરોનાના સંકજામાં સપડાયું હતું. તેમાંય વળી આ બાળકી તો ખોરાક લઇ શકતી નહોતી અને તેને ફીણ સાથે ઉલટી થતી હતી. ટૅસ્ટ બાદ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલા નામની સમસ્યા હોવાનું નિદાન થયું હતું. Civil Doctors

આમ બેવડી બિમારી ધરાવતી આ બે દિવસની કોવિડ 19 પોઝીટીવ બાળકી પર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલાની સફળ સર્જરી કરીને માત્ર એ બાળકીને નવજીવન જ બક્ષ્યું નથી, પરંતુ એક શ્રમિક પરિવારમાં આનંદની લાગણી પણ ફેલાવી દીધી છે. Civil Doctors

આ વાત માત્ર અઢી કિલો વજન ધરાવતી નવજાત બાળકીની છે. જેતપુરની એક સ્થાનિક હોસ્પિટલમાં ૧૫ એપ્રિલ, ૨૦૨૧ના દિવસે જગતભાઈ અને હેતલબા ઝાલાને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. જગતભાઈ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં શ્રમિક તરીકે કામ કરીને આજીવિકા મેળવે છે. બાળકીના જન્મ બાદ દંપતિ શેર માટીની ખોટ પુરાવાથી ખુશખુશાલ હતું, પણ એવામાં પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો.

બાળકીના જન્મ બાદ જાણવા મળ્યું કે, બાળકી ખોરાક લઇ શકતી નહોતી અને તેને ફીણ સાથે ઉલટી થતી હતી. ટૅસ્ટ બાદ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલા નામની સમસ્યા હોવાનું નિદાન થયું હતું.

સિવિલ હોસ્પિટલ બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ બાળવિકાસને લગતી એવી જન્મજાત સમસ્યા છે. જેમાં અન્નનળીનો ઉપરનો ભાગ બ્લોક હોય બાકીનો અડધો ભાગ શ્વાસનળી સાથે જોડાયેલો રહે. તે કારણોસર બાળકને ભોજન લેવું અશક્ય બની રહે.

બાળકીના જન્મના બીજા જ દિવસે જ તબીબોએ સ્થિતિની ગંભીરતા જોઇને બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જિકલ મેનેજમેન્ટ માટે રિફર કરી હતી. અમદાવાદ સિવિલમાં વધુ એક ગંભીર સમસ્યા આ ગરીબ પરિવારની જાણે પ્રતીક્ષા કરી રહી હતી.

સિવિલમાં જે દિવસે સવારે ઓપરેશન થવાનું હતું તેના એક દિવસ પહેલા જ બાળકી કોવિડ-૧૯ માટે RT-PCR પોઝિટિવ હોવાનું નિદાન થયું. શ્વસનની તકલીફના લીધે બાળકીને હાઇ ફ્લો ઓક્સિજન પર શિફ્ટ કરાઈ.

તબીબો સહિત આખી ટીમ ઉપર કોવિડ-૧૯ની મહામારીનું જોખમ ઝળુંબતું હોવા છતાં તબીબોએ નવજાત બાળકીનો જીવ બચાવવા ૧૮ એપ્રિલે અતિ જટિલ કહી શકાય તેવી સર્જરી કરી. નાના બાળકોના કિસ્સામાં વય જેટલી ઓછી હોય, સર્જરી એટલી જ જટિલ હોય છે.

પીડિયાટ્રિક સર્જરીના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. ઓપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના આસિ. પ્રૉફેસર ડૉ. સીમા ગાંધીના વડપણ હેઠળ ઍનિસ્થીઝ ટીમ ખડેપગે હતી. સર્જરી બાદ બાળકીને ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ખસેડાઇ, જ્યાં વધુ ૩ દિવસ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. Civil Doctors

અહીં ડૉ. ગાર્ગી પાઠક, ડૉ. આરિફ વોહરા અને ડૉ. અંકિત ચૌહાણની પિડિયાટ્રિશિઅન્સની ટીમે બાળકીની સંભાળ લીધી. ધીરે ધીરે ડૉક્ટર્સની મહેનત રંગ લાવવા લાગી. પહેલા બાળકીને ઍરવો મશીન પર શિફ્ટ કરાઈ અને પછી હળવેથી ઑક્સિજન સપોર્ટ પણ હટાવી લેવાયો. ઑપરેશનના બીજા જ દિવસથી ટ્યુબ ફિડિંગ પણ શરૂ થઈ ગયું હતું. ઑપરેશનના બારમાં દિવસે ડાઇ સ્ટડી કરાયો, જેમાં કોઇ લિકેજ ન હોવાનુ સાબિત થયું. પછી બાળકીને ચમચી દ્વારા ખોરાક આપવાનું શરૂ કરાયું અને બાદમાં તમામ ટ્યૂબ્સ હટાવી લેવાઇ. હવે બાળકી તેના ઘરે જઇને આનંદનો કિલકિલાટ કરવા લાગી છે.

આ બાળકીના કિસ્સા અંગે સિવિલ હોસ્પિટલના અધિક મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને પિડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે “ટ્રેકિઓ-એસોફૅગિઅલ ફિસ્ટુલા એ દર ૫૦૦૦ દીઠ એક બાળકમાં જોવા મળતી જન્મજાત સમસ્યા છે. તેની સાથે અન્ય તકલીફો જોડાયેલી પણ હોઇ શકે છે. આ સર્જરીના પરિણામનો આધાર અન્નમાર્ગના બંને છેડા વચ્ચેના અંતર ઉપર તેમજ ફેફસાની પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે. આમાં બાળક લાળ ગળી શકતું નથી તેથી શ્વાસનળી ઉપર સતત લાળના સ્ત્રાવનું જોખમ હોય છે. અધૂરામાં પૂરું… અન્નમાર્ગ અને શ્વાસનળી વચ્ચેનું ઍબનોર્મલ કમ્યૂનિકેશન ફેફસાં પર ઇન્ફેક્શનનું જોખમ પણ સર્જે છે.

આ બિમારીના કિસ્સામાં, તેમજ આ બિમારી હૃદયની તકલીફ સાથે જોડાયેલી હોય તેવા કિસ્સામાં મૃત્યુ અને મોર્બિડિટી, બંનેનું પ્રમાણ ઊંચું હોય છે. આ વખતે તો કોવિડ-૧૯એ આવી ગંભીર સર્જરીને વધુ પડકારજનક બનાવી દીધી હતી.” સદભાગ્યે હવે આ બાળકીને હવે સર્જરી કે કોવિડ-૧૯ સાથે જોડાયેલી કોઇ તકલીફ નથી.

(8:49 pm IST)