Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજપીપળાની સગીર વયની દીકરી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરની સગીર વયની દીકરીને ધમકી આપી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર યુવાન વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે બળાત્કાર નો ગુનો દાખલ થયો છે .
  પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ની 15 વર્ષીય સગીરાએ આપેલી ફરીયાદ મુજબ વત્સલભાઈ મફતભાઇ કનોજીયા(રહે.વડીયાગામ રોયલ સનસીટી સોસાયટી) નામનો યુવાન અઢી વર્ષ ઉપર તેણીની સાથે પ્રેમસંબંધ રાખવા અને જો પ્રેમ સબંધ નહી રાખે તો પોતે મરી જવાની ધમકી આપતા સગીરા ડરી યુવાન સાથે પ્રેમ સંબંધ રાખતા આ યુવાન સગીરાને રાજપીપળા બજારમાં જવાનું કહી એક્ટીવા પર બેસાડી કરજણ કોલોની ખાતે એક જર્જરીત બ્લોકમાં આવેલ રૂમમાં લઇ મરજી વિરૂધ્ધ બળાત્કાર કરી કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી, પોતાની સાથે પ્રેમ સંબંધ રાખે તેમજ પોતાનું કહ્યું માને તે માટે ફરીયાદીની મરજી ન હોવા છતા તેના ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઇ આ કામના સગીરા ધોરણ -૯ મા ભણવા માટે જતા તે દરમ્યાન સ્કુલ પાસે આવી પોતાની સાથે આવવા જણાવી મોબાઇલમાં પાડેલ ફોટાઓ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરવા માટેની ધમકી આપતા રાજપીપળા પોલીસે તા.5 જુલાઈ એ યુવાન વિરુદ્ધ બળાત્કાર અને પોસ્કો નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:01 am IST)