Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વડોદરામાં ગાંજા હેરફેર કરતા બે વધુ શખ્સોને ઝડપી લેવાયાઃ પૂછપરછ ચાલુ

સંસ્કારી નગરીની અસ્મિતા જાળવવા સીપી શમશેર સિંઘ ટીમનું અભિયાન આગળ વધ્યું : એડી.સીપી ચિરાગ કોરટડીયા, ડીસીપી દીપક મેઘાણી, એસીપી બી.એ. ચૌધરીની નિશ્રામાં પીઆઈ રાજેશ કાનમિયા ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા.૭: સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાની અસ્મિતા જાળવવામાં પોલીસ કમિશનર તરીકે ખાસ પસંદ કરી જેમની નિમણુક કરવામાં આવી છે,તેવા ગુનેગાર તત્વો સામે લોખંડી હાથે કામ લેવા અને સામાન્ય લોકોના હમદર્દ એવા શમશેર સિંઘ દ્વારા ડ્રગ્સ દૂષણને નેસ્તા નાબૂદ કરવાની ઝુંબેશ આગળ વધી રહી છે,ગાંજાના જથ્થાની હેરફેર કરનાર આમિર અને  મુનાફને ઝડપી લીધા છે.

વડોદરાના ગોરવા પોલીસ મથકના પીઆઇ રાજેશ કાનમિયાં તથા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્ર સિંહને મળેલ બાતમી આધારે આ કાર્યવાહી કરી સ્થળ પરજ ૨૦ હજારનો ગાંજો ઝડપી લીધેલ.  આ કાર્યવાહી એડી સીપી ચિરાગ કોરડીયા તથા ડીસીપી દીપક કુમાર મેઘાણી અને એસીપી બી. એ.ચોધરીના માર્ગદર્શનમાં થઈ હતી.

(3:21 pm IST)