Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

હેડિંગ - ગાંધીનગરના ચ રોડ ઉપર ચ-૨ અને ચ-૩ જંકશન પર અંડરપાસના નિર્માણના કામોની મંજૂરી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

રૂ. ૭૨.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બંને અંડરપાસના કામ ટૂંક સમયમા શરૂ કરાશે : શહેરની ટ્રાફીક સમસ્યા હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઈધણની પણ બચત થશે

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે સાથે માળખાગત સવલતો પૂરી પાડવી એ જ નિર્ધાર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. ગાંધીનગરમાં ચ રોડ પર આવેલ ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાને હલ કરવા માટે અને ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે બજેટમાં જાહેરાત કરી હતી આ બંન્ને કામોને આજે મંજૂરી આપવામા આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યુ કે, આ બંન્ને અંડરપાસના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં …

(7:08 pm IST)