Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

AACA દ્વારા કલાસંગમ

તાજેતરમાં સતત ૩૧માં વર્ષ અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એસોસીએશન દ્વારા કલાસંગમ-૨૦૨૨, આયોજીત થયો, કલાસંગમ અંતગર્ત સંસ્‍થાના ૩૦ વિદ્યાથીઓ દ્વારા સીંગીગ, ડાન્‍સીંગ, નૃત્‍ય, પેઇન્‍ટીંગ સ્‍પોર્ટસ, ગેમીંગ, પઝલ સોલ્‍વીંગ, ફોટોગ્રાફી જેવી વિવિધ કલાનું અદ્‌ભૂત પ્રેઝન્‍ટેશન કરવામાં આવ્‍યું  હતું. સો બાળકોને પ્રોત્‍સાહીત કરવા સુંદર ગીફટ હેમ્‍પરનું વિતરણ કરવામાં આવેલ. સંસ્‍થાના મંત્રીશ્રી પ્રદિપભાઇ મહેતાએ જણાવેલ કે ૨૦૨૨ના વર્ષનો લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ સીનીયર મેમ્‍બર રાજેશભાઇ શાહને એનાયત કરવામાં આવ્‍યો હતો. શાલ ઓઢાળી ઉપપ્રમુખ સમીરભાઇ શાહે તથા સંસ્‍થાના પ્રમુખ મનીષભાઇ ગાંધીએ મોમેન્‍ટો આપી તેઓનું સન્‍માન કરેલ તથા ૩૧મી વાર્ષિક સામાન્‍ય સભાનું આયોજન કરેલ અત્રે ઉલ્લેખીય છે કે ગુજરાત મિડીયા જગતની અગ્રણી સંસ્‍થા બિઝનેસ સંબંધિત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે. (તસ્‍વીર અહેવાલ : કેતન ખત્રી અમદાવાદ)

(3:24 pm IST)