Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજપીપળાનાં ડોકટર દંપતી સાથે 80 લાખ રૂપિયાની છેતપીંડી થતાં ફરિયાદ : કોર્ટે પોલીસ તપાસનો હુકમ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નાં નામાંકીત ડોકટર દંપતી સાથે રૂપિયા એસી લાખની છેતપીંડી થતાં કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે પોલીસ તપાસ કરવા હુકમ કર્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળામાં આનંદ હોસ્પીટલ ચલાવતા ડોકટર ગિરીશ આનંદ અને તેમના ધર્મપત્ની કોકિલાબેન આનંદ એ વડોદરા ખાતે મકાન લીધું હોય આ મકાનના બાંધકામ, ફર્નિચર અને લિફ્ટનો કોન્ટ્રાકટ આપ્યા પછી સામાવાળા મયુર શાહ અને તેમના પત્ની નિશા મયુર શાહએ એક કરોડ એકાવન લાખ જેવી માતબર રકમનાં ખોટા બિલો રજૂ કરી એસ્ટીમેન્ટ કરતા 80 લાખ રૂપિયા વધુ પડાવી લીધા હોવાની ડોકટરે વડોદરા કોર્ટમાં ફરિયાદ કરતા વડોદરા કોર્ટે પોલીસ તપાસનો હુકમ કરતાં હવે પોલીસ તપાસમાં શું તથ્ય બહાર આવે એ જોવું રહ્યું.

(10:36 pm IST)